અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?

 

 

 

 

 

 

     અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?

 

 

‘’ યે મહાન દ્શ્ય હૈ,

ચલ રહા મનુષ્ય હૈ,

અશ્ર-સ્વેદ-રક્ત સે,

લથપથ,લથપથ,લથપથ,

અગ્નિપથ,અગ્નિપથ,અગ્નિપથ’’

                             અગ્નિપથ નામ કાને પડતા હરિવંશરાય બચ્ચનની અગ્નિપથ ફિલ્મની કાવ્ય પંક્તિ યાદ આવે પણ અગ્નિપથના નામે આજે દેશમાં કયાંક વિરોધના વંટોળ જામ્યા છે તો કયાંક સમર્થનમાં રેલીઓ. મોદી સરકાર દ્ધવારા લવાયેલ અગ્નિપથ યોજનાની વિરોધમાં દેશના કેટલાક યુવાનોમાં રોષ છે. જેઓ પોતાનો રોષ જાહેર સંપતિઓ ને આગ લગાવીને દર્શાવે છે.પણ લોકો ભુલી જાય છે કે જાહેર સંપતિઓ પોતના ટેક્ષના રૂપિયાથી બનેલ છે.અંતે તેઓ કુહાડો તો પોતાના પગ પર મારે છે.છેલ્લા કેટલાક સમયથી સમાજમાં કોઇ પણ મુદ્દ્રા પર રીતસરના બે ભાગ પડતા જણાય છે.કોઇક અંધ-વિરોધમાં હોય તો કોઇક અંધ ભક્તિમાં”.કોઇ પણ મુદ્દ્રાનુ તટસ્થ મુલ્યાંકન આપણે કરી શકતા નથી.પક્ષ-વિપક્ષ તપાસ્યા વગર અગ્નિપથ યોજનાનો વિરોધ કેટલો યોગ્ય છે?

 

શુ છે અગ્નિપથ ?

                   સ્વ.બીપીન રાવત દ્ધારા સૌ પ્રથમ Tour Of Duty” નામે વિચાર રખાયો હતો. અંતર્ગત વર્ષના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્ધારા ૧૭. થી ૨૩ વર્ષના યુવાનોને સેનાની ત્રણેય પાંખમાં ભરતી કરાશે.જે ઓફિસર રેન્કથી નીચેની કેડરમાં હશે. મહિનાની યુવાનોને ટ્રેનીંગ આપીને આર્મીમાં સામેલ કરાશે.

                             સરકાર દ્વારા જણાવ્યા અનુસાર વર્ષ બાદ અગ્નિવીરો માંથી ૨૫% (મહતમ) સૈનિકોને કાયમી આર્મીમાં ભરતી કરાશે (૧૫ વર્ષ માટે) જયારે અન્ય ૭૫% ને ૧૧. લાખ રૂપિયાની માતબર રકમ આપીને છૂટા કરાશે.જો કે રક્ષા મંત્રાલયે આવા યુવાનોને પોતાના વિભાગની ભરતીઓમાં ૧૦% આરક્ષણ આપવાની વાત કરી છે.તદ્દઉપરાંત, યુવાનોને નવી શિક્ષણ નીતિ અનુસાર બ્રિજ કોર્સ તથા કૌશલ્ય પ્રમાણ પત્રો પણ આપવામાં આવશે. દરમ્યાન અગ્નિવીર સૈનિકોને ૩૦,૦૦૦- ૪૦,૦૦૦ રૂપિયા પગાર અપાશે જેમાં ૩૦% કપાત થશે,એટલી રકમ કેન્દ્ધ્ર સરકાર ઉમેરીસેવા નીધિફંડમાં રાખશે. વર્ષની નોકરી બાદ યુવાનોને રકમ (૧૧ લાખ) વ્યાજસહિત અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પેન્શનના હકદાર નથી પણ ૪૮ લાખનો જીવનવીમો તથા મ્રુત્યુના કિસ્સામાં કરોડની બાહેધરી સરકાર આપે છે.

               

                             હવે સવાલ ઊભો થાય છે કે સરકાર દ્વારા આવી યોજના  લાવવાનો હેતુ શો છે ? શુ સરકાર પગાર- પેન્શન ઘટાડીને પોતાની જવાબદારી ઘટાડે છે ? ભારત સરકારે રાખેલા લક્ષ્યો પૈકી એક કે ભારત આજે સૌથી યુવા દેશ છે તો દેશની સેના પણ યુવાન હોવી જોઇએ. હાલ ભારતીય સેનાની સરેરાશ આયુ ૩૨ વર્ષ છે જે યોજના લાગૂ થતા ૨૮ વર્ષ થશે હાલમાં અજીત ડોવાલ (ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) દ્વારા ANI ને  આપેલા ઈન્ટરવ્યુમાં તેઓએ યોજના થકી “Defense Modernization” (રક્ષાનુ આધુનિકીકરણ) ની ચેષ્ઠા કરી કારણ કે ભારતના કુલ રક્ષા બજેટનો ૨૮% હિસ્સો તો પેન્શન પાછળ ખર્ચ જાય છે.જેથી આવા પગલાઓ દ્વારા રક્ષા ખર્ચને તર્કસંગત (Rational) બનાવવાનો પ્રયત્ન થશે.

                     સિવાય પ્રધાનમંત્રી મોદીએ પણ તેઓના અગાઉના ભાષણમાં જણાવેલ કે તેઓ ભારત દેશ માટેTrained Citizen” તૈયાર કરવા માંગે છે જેને આપણેAd hoc Buffer Zone”કહી શકીએ.જે આકસ્મિક સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે તૈયાર થાય. ઈઝરાયલ જેવા દેશોમાં પધ્ધતિ ઘણી સફળ પણ થઇ છે. ઉક્ત દાવાઓ પરથી તો લાગે કે સરકારની મનશા તો સાફ છે.પણ અહી વાત સ્વીકારવી પણ આવશ્યક છે સરકાર પોતની નીતિરીતિ નાગરિકોયુવાનો સુધી પોચાડવામાં નિષ્ફળ નીવડી  છે. પહેલા ક્રુષિ સુધારા બિલમાં પણ પરિસ્થિતી હતી.જે પાછળથી પાછા ખેચવા પડ્યા.

                      છતાં આપણે સરકારની નવી ભરતી પધ્ધતિને આપણે તટસ્થ ત્રાજવે તોલીએ ! સો પ્રથમ યોજનાથી થનારા ફાયદાની ચર્ચા કરીએ તો સરકાર દ્વારા એકસાથે ૫૦,૦૦૦ યુવાઓની ભરતી થતા બેરોજગરીમાં ઘટાડો થશે. બાદ પોતની સેવા બાદ ૭૫% યુવાઓ ૧૧. લાખ જેટલી માતબર રકમ દ્વારા તેઓ ભવિષ્યમાં સ્ટાર્ટ અપ થકી પોતાનો ધંધો(Business) અથવા આર્થિક સુરક્ષા સુનિશ્રિત કરી શકશે.

                         વર્ષની નોકરી દરમ્યાન તેઓને મળેલ અનુભવ તથા કૌશલ્ય(Skill) દ્વારા તેઓ ભવિષ્યમાં ક્ષેત્રે આગળ વધશે. જેમાં તેઓ રક્ષા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક-ટ્રેનર, રેલવે-રક્ષા ક્ષેત્રે સિક્યુરીટી ફોર્સ,પોતાની એકેડેમી દ્રારા ટ્રેનીંગ સંસ્થાઓ વગેરેમાં આગળ વધી શકે . સાથે એ સ્વીકાર્ય છે કે સેનામાંથી આવેલ વ્યક્તિ શિસ્ત,સમર્પણ,પ્રતિબધ્ધતાથી ભરપુર હોય. જે સારો નાગરિક તો બને પણ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ સફળ બનશે.

                             આવા યુવાનો સમાજ માટેસુરક્ષા સેતુબની શકે છે. ભારત આજે પણ નક્સલવાદ, કટ્ટરતા, આતંકવાદ વગેરે સમસ્યાઓથી પીડીત છે. ભવિષ્યમાં ગ્રુહયુધ્ધ કે બાહ્યયુધ્ધ જેવી સ્થિતિમાં આવી વર્ક ફોર્સ સમાજ અને સરકાર માટે નૈતિક સપંત્તિ(Moral asset) બનશે. અહીયા યુક્રેનનું ઉદાહરણ ટાંકવું જરુરી સમજું છુ કારણ કે રશિયાની સેના સામે યુક્રેનના નાગરિકોએ જે જુસ્સો બતાવ્યો તેના લીધે મહિનાઓ બાદ મહાશક્તિ રશિયા યુક્રેનને જીતી શક્યું નથી. કેટલાક વિશેષજ્ઞોના મતે પ્રક્રિયા દ્વારા સૈન્યમાં હાલ ચાલતીરેજિમેન્ટ વ્યવસ્થાનો અંત આવી શકે છે જે પ્રાદેશિકતાની જગ્યાએ એક રાષ્ટ્રની ભાવના જન્માવશે.

                             તો થઈ ત્રાજવાના એક પક્ષની વાત. નીતિ લાગુ થવાથી કેટલીક સમસ્યાઓ પણ ઊભી થશે. જેમાં પધ્ધતિસરના સુધારા આવશ્યક છે. સૌ પ્રથમ, વર્ષ બાદ ૭૫% છટની થયેલા યુવાની સામાજિક સુરક્ષાનું શું ?માત્ર ૧૧ લાખ રુપિયા દ્વારા તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકશે પણ મોટો સવાલ છે. પૈકિ અહિયા વિચારવાની બાબત છે કે ૧૮-૨૫ વર્ષની ઉંમર સ્નાતક થવાની તેમજ કારકિર્દી ઘડવાની ગણાય છે. દરમ્યાન પ્રકારની ટૂંકાગાળાની ભરતી દરમ્યાન તેઓ સમય ચૂકી જશે.

                             કેટલાક રક્ષા વિશેષજ્ઞોના મતે આર્મીની સામાન્ય ટ્રેનીગ પણ વર્ષ ચાલે છે. તો સૈન્ય સેવા જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં મહિનાની ટ્રેનીગ કેટલી વાજબી છે ? અર્ધકુશળ સૈનિકો એટલું અસરકારક કાર્ય કરી શકશે ખરા ? અને જો કરી શકે છે તો તેની ગુણવતા કેટલી ? એક પક્ષ એવો પણ છે કે કરાર આધરિત સૈનિકો વર્ષ બાદ સ્વ-લાભ માટે "Military Intellegence” લીક નહી કરે એની શી ખાતરી ? હાલમાંજ ભારતીય સેનાના ઉચ્ચ પદાધિકારીઓ હની ટ્રેપમાં ફસાયાના ઘણા ઉદાહરણ છે.     

                             ૭૫% છટની કરેલા યુવાનો દ્વારા "સમાજનું સૈન્યિકરણ" થશે. તરબોળ જવાનીની ઉંમરમાં યુવાનો ભવિષ્યમાં બેરોજગારી, અસમાનતા, ગરીબી વગેરે બાબતો પર અસામાજિક તત્વોનો હાથો બની જાય તો સમાજ વચ્ચે દુશ્મનો ઊભા થાય. કહેવાતા બુધ્ધિજીવીઓ(Urban Naxal) આવા યુવાનોના ખભે બંદૂક મૂકીને ગોળીબાર કરે તો નવાઈ !

                                      તમામથી ઉપર એક વાત રાખવા જેવી છે કે ભારતીય સેનાઓ રાષ્ટ્રની સેવા અને સુરક્ષા અર્થે મરી-મટવાની ભાવનાથી આવે છે. દેશ પ્રેમ, દેશ-સેવા માટે પ્રતિબધ્ધતાથી જોડાયેલા સૈનિકો ભાવનાત્મક રીતે રાષ્ટ્રને સમર્પિત હોય છે. આવા સંવેદનશીલ ક્ષેત્રને આપણે ટૂંકાગાળાના સૈનિકો દ્વારા ભરીએ તો સેવાની ગુણવત્તા અને દક્ષતા(Efficiency) જોખમાઈ શકે છે. હાલમાં કરાર આધરિત ભરતીઓ (ઉદા.-પ્રવાસી શિક્ષકો) માં સેવાની ગુણવત્તા કેવી છે કહેવાની જરુરિયાત નથી.

                                      ત્રાજવાના બન્ને પક્ષોને તોલ્યા બાદ આગળ શું  થઈ શકે પણ અગત્યની બાબત છે. સરકારની મનશા સાફ છે કે તેઓ પોતાનો વધારાનો ખર્ચ ઘટાડીને અન્ય સારા કાર્યો પાછળ ખર્ચ વધારે. તો આવી શુભ શરૂઆત MP,MLA,MLC વગેરેના પેન્શન તથા ભથ્થા ઘટાડીને કરવી જોઈએ . સૈન્યમાં જતો દરેક સેવક જે પોતાનો જીવ મૂંઠીમાં રાખીને આવે છે તેનુ સન્માન અને કદર થવું જોઈએ. પોતે આપેલ દેશની સેવા બદલ તેની સામાજીક સુરક્ષા માટે અલગ વિચારણા થવી જોઈએ. તેમજ શક્ય હોય તો વર્ષનો સમયગાળો વધારીને વેતન-ભથ્થા વધારવા જોઈએ.

                                      સરકાર જો 'Trained Workforce’ તૈયાર કરવા માગે છે તો ઈઝરાયલની જેમ દરેક સરકારી અધિકારીઓને વર્ષ માટે ફરજીયાત સૈન્ય સેવાઓ દાખલ કરવી જોઈએ. જેથી દેશ પ્રત્યે સમર્પણ, કટિબધ્ધતા, ઝનૂન, સાહસ, નિડરતા જેવા મૂલ્યો વિકસિત થાય. સિવાય વર્ષ બાદ છટની થયેલા યુવાનોને સરકાર દ્વારા ડિફેન્સ સ્ટાર્ટ અપ, ડિફેન્સ યુનિ. , કોચિંગ સેન્ટર, સહકારી ક્ષેત્ર , સરકારી સેવાઓ (પોલીસ) વગેરેમાં પ્રાથમિકતા તથા આરક્ષણ જેવી વ્યવસ્થા કરી શકાય.

                         "Service before Self” ભારતીય સેનાનું આદર્શ વાક્ય છે જેને પરિપૂર્ણ કરવા માટે સરકાર અને સમાજે ત્રણેય સેનાઓને નૈતિક ટેકો આપવો પડે. સાથે યુવાઓએ પણ આધુનિકતા સાથે બદલાવને સ્વીકારવાની તથા સહિષ્ણુતા દાખવવાની ભાવના ઉકસાવી પડ્શે. સરકાર દ્વારા થયેલા સુધારાઓને બહુઆયામી દ્ષ્ઠીકોણથી વિચારીને ખરાબી હોય ત્યાં સુધારાની માંગ થઈ શકે. આવી ભાવના રાખવામાં આવશે તો હરિવંશરાય બચ્ચનની "અગ્નિપથ" ની ચેષ્ઠા હકીકત બનશે.  .

                                                                     - 'મયુર'

 

 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

હાથરસ માં મૃત્યુ પામેલી બાળકી સ્વર્ગમાં જઈને આપની પૃથ્વી પર શું નિહારે છે.......

રાજકારણમાં નૈતિકતા