હાથરસ માં મૃત્યુ પામેલી બાળકી સ્વર્ગમાં જઈને આપની પૃથ્વી પર શું નિહારે છે.......
"હું માનવતા શોધું છું" રોજ થતા આ દુષ્કર્મો પર હું માનવતા શોધું છું બર્બર બનતી આ ધરા પર પ્રેમભાવનું સ્મિત શોધું છું શું દોષ હશે મારો એ તો બસ હવે નભમાં શોધું છું ગુના વગરની આ સજાની બસ હવે હું ભૂલ શોધું છું કોઈ ધર્મ શોધશે કોઈ હવે નાત જાત પણ શોધશે કોઈ મારામાં સ-વર્ણ તો કોઈ દલિતનાં વોટ શોધશે કુમરા હૃદય પર પગ મૂકીને કોઈ રાજનીતિ શોધે છે કોઈ મારી જાતિ શોધીને બસ પોતાના અહમ શોધે છે વોટ્સ એપ ને ટ્વિટર પર બધા મારો ન્યાય શોધે છે બની બેઠેલા રાષ્ટ્રવાદીઓ બસ પોતાનું હિત શોધે છે યોગી મોદી રાહુલ પ્રિયંકા બસ પોતાનો સ્વાર્થ શોધે છે પણ મારા માં બાપ તો હજુય મારી રાખ શોધે છે હોય હાથરસ કે રાજસ્થાન ભલે બાપુ નું ગુજરાત પળે પળે પિંખાતા આ શ્વાસોમાં હણાય છે માં ભારતી અંત્રીક્ષમાંથી પૃથ્વી પરનું બુધ્ધ નું એ સ્મિત શોધું છું કહેવાતા માનવોની એ સમષ્ટિ પર હું માનવતા શોધું છું ...