અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ?
અગ્નિપથ - સમાજનું સૈન્યિકરણ કે સેનાનું આધુનિકીકરણ ? ‘’ યે મહાન દ્શ્ય હૈ , ચલ રહા મનુષ્ય હૈ , અશ્ર - સ્વેદ - રક્ત સે , લથપથ , લથપથ , લથપથ , અગ્નિપથ , અગ્નિપથ , અગ્નિપથ ’’ અગ્નિપથ નામ કાને પડતા જ હરિવંશરાય બચ્ચનની અગ્નિપથ ફિલ્મની કાવ્ય પંક્તિ જ યાદ આવે પણ “ અગ્નિપથ ” ના નામે આજે દેશમાં કયાંક વિરોધના વંટોળ જામ્યા છે તો કયાંક સમર્થનમાં રેલીઓ . મોદી સરકાર દ્ધવારા લવાયેલ અગ્નિપથ યોજનાની વિરોધમાં દેશના કેટલાક યુવાનોમાં રોષ છે . જેઓ પોતાનો રોષ જાહેર સંપતિઓ ને આગ લગાવીને દર્શાવે છે . પણ એ લોકો ભુલી જાય છે કે આ જાહેર સંપતિઓ પોતના ટેક્ષના રૂપિયાથી જ બનેલ છે . અંતે તેઓ કુહાડો તો પોતાના પગ પર જ મારે છે . છેલ્લા કેટલાક સમયથી સમાજમાં કોઇ પણ મુદ્દ્...